શનિવાર, 29 ઑગસ્ટ, 2009

महाभारत मा आवती रस स्पद घटनाओ..

મહાભારત મા કેટલાક પ્રસંગો ખૂબજ વિશિષ્ટ છે. રોચક અને આશ્ચર્યચકિત કરનારા છે.
કેટલાક ફરીથી જોવા જેવા છે.. જેમ કે... ગીતાના ઉપદેશ પછી યુધ્ધ શરુ થાય તે પહેલા યુધિષ્ઠિર , ભીષ્મ , દ્રોણ , કૃપાચાર્ય અને શલ્ય પાસેથી શિશ્ટાચાર માટે યુધ્ધ પુર્વે ના આશીર્વાદ મેળવવા જાય છે! . (શલ્ય ,કુશળ સારથી છે ... અર્જુન માટે જેમ શ્રી કૃષ્ણ સારથી છે... તેમ કર્ણ માટે બેલેંસ કરવા તેમને સમકક્ષ ગણેલા છે... પણ આમાના દરેક માનસિક રીતે તે પણ પાંડવો માટે લાગણી ધરાવે છે.....)
દરેક નુ મળવુ ખૂબજ રસસ્પદ છે. દરેક ઘટનામા ભવિષ્યના એંધાણ છે. ધર્મ છે , સ્ટ્રેટેજી છે ,રસ ,વીરતા , કશ્મકસ .લાચારી ,अर्थस्य पुरुषो दासो... વિવશતા બધુ જ છે..
ભીષ્મ પિતામહ તે વખતે પોતાને મારવાનો રસ્તો નથી બતાવતા .... અને આશીર્વાદ જરુર આપે છે . પોતે પોતાના કોઇ પણ શત્રુ થી પરાજિત થાય તેમ નથી અને પોતે માને છે કે તેમને ઇચ્છા મૃત્યુનુ વરદાન છે... અને તે સમય અત્યારે નથી...
“પછી મળ જો !, હુ યુધ્ધ કૌરવો તરફથી કરીશ , પણ જય તમારો ઇચ્છુ છુ. “
હે રાજન સાક્ષાત હરિ તારા મંત્રી છે તારો વિજય નક્કી છે જ્યાં ધર્મ છે ત્યા કૃષ્ણ છે
અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે....
न शत्रुं तात पश्यामिस मरे यो ज्येत माम न ताव न्मृत्युकालो मे पुनरागमनं कुरु..... (41: 43 ॥ भीष्म..॥)
ध्रुवस्ते विज्यो राजन यस्य मंत्री हरिस्तव... यतो धर्मस्तत: कृष्ण यत: कृष्णस्ततो जय: ॥ 54-55 ॥
આજ ગુરુ દ્રોણ ને પુછતા તે પોતાને જ મારવાના માર્ગ બતાવતા કહે છે, शस्त्रं चाहं रणे जह्यां श्रृत्वा सुमहदप्रियम, श्रध्येयवाक्यात पुरुषादेतत सत्यम व्रवीमि ते... ॥41, 61॥ જેના વાક્યમા મને શ્રધ્ધા હોઇ તેવો પુરુષ મને કોઇ અપ્રિય વાત સમ્ભળાવે તો હુ શસ્ત્રનો ત્યાગ કરીશ....એટલે કે હુ જડ જેવો થ ઇ જાઉ ત્યારે વધ કરી શકાય.. !!!! ..
(આમ કહી ભવિષ્ય મા નરોવા કુંજરો વા અશ્વત્થામા મરાયો વાળી વાત દ્રોણ યુધિષ્થિરના મુખે ખાત્રી કરવા જાય છે ત્યારે કુંજર હાથી મરાયો તે શબ્દ ધીમે થી બોલ્યા ..દ્રોણ ખરેખર વ્યથિત થયા અને શસ્ત્ર ત્યાગ કરે છે ... યોગી અવસ્થા ધારણ કરે છે ... એવામા ધુષ્ટધુમ્ન માથુ કાપી વધ કરે છે...).
ક્રૃપાચાર્ય સવારે પૂજાના સમયે પાંડવો ના જયની પ્રાર્થના કરવાનુ કહે છે ....પોતે અવધ્ય છે .તેમનો વધ શક્ય નથી.. ( ભવિષ્યમા કૌરવો પક્ષે જે બચે છે તેમા ક્રૃપાચાર્ય આવે છે ) શલ્ય એક કુશળ સારથી છે .અત્યારે કૌરવો ના પક્ષે છે.. પણ યુધિષ્ઠિર તેમની પાસેથી પણ કર્ણ નો તેજોવધ કરવાનુ કરતા રહેવાનુ છે જેથી તેનુ ધ્યાન યુધ્ધમા વિધલીત થાય .....{This is the sledging my dear friends.. in cricket the fielder is posted near the batsman not simply to field the ball but also to irritate the batsman by usingvarious abusive , irritable ,demoralizing languages. }
ડૉ. હરકાંત જી. જોષી..